મહાન માણસ...
હા,માનવી એટલે કે ઈશ્વરે બનાવેલુ એવુ સજૅન કે તેનુ દરેકનું અસ્તિત્વ તેમના માં રહેલી લાગણી,અનુભવ,વિચાર,આચરણ,જીવનશૈલી , મત, દૃષ્ટિટકોણ, જ્ઞાન, સ્વભાવ
આવી અનેક વસ્તુઓ ને લીધે એક માનવી બીજા માનવી કરતાં નવો એટલે કે વિભિન્ન છે.
આપણે લોકો સવારે જયારે દિવસ ની શરૂઆત કરીએ ત્યારથી લઈને દિવસ ના અંત સુધી માં ઘણા અલગ અલગ લોકો ને મળીયે છીએ.ઘણા લોકો આપણ ને સારા લાગે છે તો ઘણા એવા પણ હોય છે કે જેને આપણે બીજી વાર મળવાનું પસંદ નથી કરતા,અને ઘણા એવા લોકો પણ હોય છે કે જે શરૂઆત માં સારા ને પછી....'દુર થી ડુંગર રળિયામણો' ..
તમે ગમે તેટલા લોકોને મળો ,આપણા હોય કે પારકા કોઈ પણ આપણ ને દરેક પરિસ્થિતિમાં મદદરૂપ નહીં થઈ શકે .ક્યાંક સ્વાર્થ ના લીધે,તો ક્યાંક સમય ના અભાવને લીધે,તો ક્યાંક એવી પણ પરિસ્થિતિ હોય કે તે વ્યક્તિ તમારા વિચારો ને સમજવા અસમર્થ હોય.
ઘણા લોકો એવું માને છે કે,કોઈ ની મદદ વિના કોઈ કાર્ય કરવામાં કે નિર્ણય લેવામાં આવે તો તેમાં અસફળ થવાની સંભાવના વધી જાય છે, પણ જો આપણા દરેક પાસે એક એવો વ્યક્તિ હોય તો કે જે આપણને સંપૂર્ણ પણે સમજી શકે ....આપણા જીવનમાં Expert advice બની શકે તો, ખરેખર જીવન કેટલુ સરળ થઈ જાય ...સાચું ને..
પણ આપણ ને નથી ખબર કે એ વ્યક્તિ કોણ છે??..તો એ મહાન વ્યક્તિથી હુ તમને રૂબરૂ કરાવવા માંગુ છુ ....એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ તમે 'પોતે જ' છો... હા..વિચારો તમારાથી વધુ તમને કોઈ જાણી શકે..આપણે જેટલું આપણું સારું ઈચ્છીએે એટલું કોઈ ઈચ્છી શકે.. અને દરેક પરિસ્થિતિમાં હાજર પણ...પરંતુ , આપણે બધા માં જે વ્યક્તિ ને શોધી એ છીએ તેમા પોતાને નથી ગણતા કેમકે આપણાં માં આત્મવિશ્વાસ ની ખામી છે આપણે પોતાને તે લાયક નથી સમજતા...
મારા મત મુજબ આખા દિવસ માંથી એક કલાક ઓછા માં ઓછી આ મહાન વ્યક્તિ સાથે વિતવાવી જોયે....બીજા લોકોને જાણવાનો પ્રયત્ન તો આપણે કરીએ જ છીએ પણ પોતે શું છીએ એ જાણવાની ખરેખર વધુ મજા આવશે.હા બધાને સાંભળવા અને આખરે અનુસરવા માટે Expert advice તો છે જ..
I am something... જો આ વાત ને હકારાત્મક લેવામાં આવે તો l am nothing ... કરતા વધુ સાર વાળી છે.
I am something એ અભિમાન નહીં પરંતુ અહીં આત્મવિશ્વાસ દર્શાવે છે.
આશા રાખું છું કે મહાન માણસ ને મળી ને તમને પણ આનંદ થયો હશે...
-નેન્સી સુચક'મલંગ'