ભરાય આવે છે આ આંખો ? ઘણીવાર..,
જ્યારે સાંભરે છે મને તારો મીઠો સાદ...
.
નવરાશની પળોમાં જ્યારે આવે તારી યાદ ?..,
છાનું રાખું છું આ હૈયું વાંચીને તારી જૂની વાત...
.
હસી ? કાઢું છું તારા એ જુઠા વાયદાને આજ..,
જાણી જોઈને અજાણ બનવાનું શીખે કોઈ તમારે પાસ...
.
કદાચ થોડું મોડું થઈ ગયું હશે એ સાંજ..,
જ્યારે સમજાશે તને આ શાહી દિલના ? તડપતા હાલ...
.
બહુ જ પાછતાઈશ જ્યારે થશે તને તારી ભૂલનો અહેસાસ..,
પણ કદાચ ખોલી નહીં શકે તું ફરી આ સમયનાં દ્વાર...
.
આ કુદરતનાં નિયમોથી તો હું પણ છું લાચાર..,
રોજે જેને યાદ કરું, કિસ્મત બસ એનાથી જ નારાજ...
.
પણ આજે સમજાઈ ગઈ મને તારા એ રાજની વાત..,
નસીબમાં લખે કોઈકનું નામ ?, અને તું પ્રેમ ❤ ભરે બીજાને નામ..