જો તમારે સંબંધોમાં જીવવું છે તો જતું કરવાની પણ ભાવના રાખો, બધું જ મારું છે, હું કહું એમ જ થવું જોઈએ, મેં કહ્યું એ કેમ ના કર્યું ? મારા વગર આ કામ કેમ કર્યું ? મને કેમ ના બોલાવ્યો ? મને ગુડમોર્નિંગ કે ગુડનાઈટ કેમ ના કહ્યું ? મારો જન્મ દિવસ કેમ ભૂલી ગયા ? આવી અનેક વાતો સંબંધોમાં પૂર્ણવિરામ લાવી શકવાનું કે તિરાડ પાડવાનું કામ કરે છે. જો તમે કોઈ સંબંધને દિલથી જીવવા માંગતા હોય તો થોડું જતું કરો, લાગણીનું રિચાર્જ કરતા રહો.
#શ્યામ