લખતા લખતા કેટકેટલુંય લખી નાખીએ છે હું અને તમે...
મન મા ચાલતા હર એક વિચાર ને શબ્દો માં પરોવી કાગળ પર સરસ રમતા મૂકીએ છે....
ઇચ્છા મુજબ નાં વક્યો...ઇચ્છા મુજબ નાં ફકરા....
ઇચ્છા મુજબ નાં પાત્રો...ઇચ્છા મુજબ ની વાર્તા...
વાર્તા માં પણ ઇચ્છા મુજબ નાં વળાંક....
ક્યારેક પ્રેમ નો વસંત લખીએ...
તો ક્યારેક પાનખર વિરહ નૉ....
ક્યારેક વ્હાલ નો દરિયો લખીએ...
તો ક્યારેક અવગણો અપાર લખીએ...
ઇચ્છા મુજબ પોતાના કાગળ પર લાગણીઓનો ભંડાર લખીએ...
કલ્પનાઓ થી ભરપૂર શુરૂઆત...રોમાંચ થી ભરપૂર અંત લખીએ..
ક્યારેક ચંચળ..તો ક્યારે ધીરગંભીર
ક્યારેક સાવ જિદ્દી અને અલહદ..તો ક્યારેક સમજદાર...
કયારેક વાસ્તવિકતા નો થોડો અણશાર..તો ક્યારેક કલ્પનાઓ નો પહાડ લખીએ...
બધુ જાને પોતાના જ કાબુ માં છે એમ વાર્તા નાં પાત્રો ને
કઠપૂતળી નાં જેમ ફેરવીએ..
પરંતું પોતાના જ જીવન વિશે વિચાર્યે તો?
પોતાના જીવન માં આવતાં જતા પાત્રો...
નાં એનાં આવા ઉપર કાબુ તમારો..નાં એનાં જવા ઉપર..
ના ઇચ્છા મુજબ ની વસંત..નાં ઇચ્છા મુજબ ની પાનખર...
કથા તો સતત લખાતી જાઇ છે તમારી અને મારી....પરંતું પુસ્તક ના પાનાં ઇચ્છા મુજબ ક્યાં ફેરવી શકાઈ છે...
કોઈ પાનાં પર હાસ્ય બેશુમાર લખાઈ છે..
તો કોઈ પાનાં રુદન થી ભીંજાઈ છે..
ગમતા પાનાં પણ જબરદસ્તી ફેરવાઈ છે...
કહો ને પોતાના જ જીવન ની વાર્તા પર કાબુ કોણા થી રખાઈ છે?