કવિતા કરવી મારે પણ છંદ છે અઘરા બેહદ ...
અલંકારો નો ડરાવે લલકાર , માત્રામેળ સાથે નહીં મનમેળ ...
પ્રાસ નો તો ભઈ ભારે ત્રાસ ,
મત્લા મકતાં ભાગતાં ફરતાં ...
રદિફ કાફિયા મારા ન બન્યાં ,
ગઝલ બની અઘરી પઝલ ...
એમાં વળી હાઈકું ને તાન્કા ,
ચાલતાં મારાથી વાંકા ...
થયું લખું અછંદાસ પણ ,એ તો નીકળ્યા લયના દાસ ...
શબ્દોને લાડ લડાવી ,
બનવું કેમે મારે કવિ ...
થયું ભૂત મુજ પર હાવી ,
તે કાજે કવિતા કરવી મારે ...