જીવનચક્ર....
બાળપણથી... ઘડપણ સુધી નું....
મળ્યું વ્હાલસોયું બાળપણ...
માંગતા નીર મળતું દૂધ...
ચાંદીનો કોડીયો ને સોનાની ચમચી...
રે એથીય મોંઘેરા તે રમકડાં મારા...
એક બુંદ આંસુને હજારો ફુવારા તે હાસ્ય ના...
આવી જવાની કહીને જ કે જવાની...
જેવી આવી ઝટ બાળપણ ઝીનવી...
એવી તે ફટ કરતી જવાની...
થોડું ભણ્યાં બાકી રામભરોસે...
ઈશ્ક ના ઝૂનુને સુકુન ની નીંદ ખોઈ...
તોયે ન મળ્યો ક્યાંયથી...
નિઃસ્વાર્થ પ્રેમ...
છતાંયે થઈને રહ્યા...
કોઈ અજનબી સાથે મંગળફેરા...
નયન મળ્યા ન મળ્યા...
થયા ત્યાં બે પાંદડે...
લાગી ગયા ભણાવીગણાવી...
ઑફિસર્સ બનાવવા...
શરૂ કરી કમરકસી મેહનત...
સમય રેત બની સરકતો ગયો ને...
કમર ગયી વળી...
આવ્યું ઘડપણ લઈ લાકડી...
ને મળ્યું ખુદની જ મિલકતમાંથી...
ફાટેલી ગોદડી ને તૂટેલી ખાટલી...
મહેલ બહાર એક ઝૂંપડું રે...
આરંભ થી અંત લગી કૈં ન મળ્યું...
સઘળુંય ખોયું જ...
તોય આ માણહ જીવ કેવો??
એવો તે હજીયે માંગે...
આવતે જન્મારે આજ ખોળિયું...
બાળપણ બળ્યું જિદ્દી બની રડવામાં...
જવાની જતી રહી લોકોને કહેતા કે,
જા જા તારા જેવા કેટલાંય જોયાં...
ને પછી તો,
એવા તે દબાયા જવાબદારીઓનાં બોજ તળે કે...
ન ઉઠી શક્યાં ન તરી...
ને જ્યારે ભાન આવ્યું ને ખુલી આંખ...
ત્યારે દ્રષ્ટિ થઈ ઝાંખી...
#સાંઈ સુમિરન....