#MKGANDHI
મારી દ્રષ્ટિએ મહાત્મા ગાંધી
કાળું નાણું, કોભાંડો,હિંસા, મોંઘવારીમાં અટવાયેલી અવનીને ઉગારવા એક નહી અનેકો ગાંધીની જરૂર છે.ભવિષ્યની પેઢી માટે માત્ર નોટોમાં નહી, એમના વાણી વર્તનમાં સત્ય , અહિંસા, પ્રભૂનામપરવિશ્વાસ,
પ્રામાણિકતાની ઝાંખી આવે એ માટે આપણી ફરજ છે એમને ગાંધી માર્ગ, વિચારોથી અવગત કરાવવાની.ઇતિહાસ કે દીવાલો પર લટકતી 'મહાત્મા 'ની છબી કોઈ કાલ્પનિક પાત્ર નહિ આપણી જેમ શ્વસતો માનવ - ગાંધી હતો. એમનું મસ્તક ને ચહેરાનું હાસ્ય આવું જ રહે એ માટે આપના સ્વ કર્મો થકી આપણું આકાશ રળિયાત કરીએ એ આપણું કર્તવ્ય. ગાંધીજી મહાન હતા ને રહેશે. પણ એમને અમર રાખવા એમના અનુયાયી બની સાચા અર્થ માં એમને હ્રદય માં ઉતારીએ.