#કાવ્યોત્સવ
...........પ્રેમ વિશ્વાશ ...........
અનોખી છાપ પાડી રહી છે ચાંદની આજે.
પ્રિયતમની યાદ આવી રહી નીતરતી આંખે.
નિયતિને કોણ પડકારે આ ભાગ્યની પાંખે?
સ્મરણો રંગોળી પૂરી રહ્યાં આ રેશમી રાતે.
ઠંડો મધુર પવન વાય જાણૅ રમઝટની તાલે.
હમસફર વિના મધુર રાત આ એકલી લાગે.
વિવશતાઓ આ જીંદગીની ચાલ ધીમી પાડે.
આશા 'દિલ'ની પ્રેમજ્યોત પ્રજ્વલિત રાખે.
દક્ષેશ ઈનામદાર.'દિલ'..