#kavyotasv
ચાંદનીની રાતમાં કડકડતી ટાઢમાં બેઠો હતો તાપવા,
મને લાગ્યું કે કોઈ આવશે સાથ આપવા.
જ્યારે મીટ માંડી ત્યારે કોઈ ન દેખાયું,
મારા જેટલું કોઈ હતું જ નઈ સવાયું.
એટલામાં તો પરોઢ થઈ ને પંખીઓ ચહેકવા લાગ્યા,
પુષ્પોની પણ સુગંધ ભળી ને જાણે દિવસો પણ સરકવા લાગ્યા.
જતાં દિવસે યાદ આવ્યું કે ગયું મારું અર્ધ જીવન,
હવે લાગે કે જે રહ્યું એને કરું હું નવજીવન.
વિચાર તો કર્યો કે લાવું હું પરિવર્તન,
પણ ભૂતકાળમાં જે થયું એ થઈ જતું સજીવન.
સુખ દુઃખમાં આગળ વધી નવોદિત કલાકાર બન્યા,
છતાં પણ દુનિયા એ તો આપણને ગાંડા ગણ્યા.
વસ્તી અહીં દેખાવ માટે છે,
જરૂર પડ્યે કોણ સાથે છે?
કહે છે હિંમતે મર્દા તો મદદે ખુદા,
પણ અહીં તો બધા પીઠ પાછળ મારે છે ગદા.
દુનિયા છે ભાઈ, સીધા ચાલે એને ગાંડા ગણે,
કપટ કરે એ સવાયા બને.
એટલે જ કહું હું ચેતી ને ચાલો,
ફૂલ ના ભારથી ક્યારેય નથી નમતી ડાળો.