#Kavyotsav
વિચારશૂન્ય મન
અલિપ્ત શબ્દથી, લાગણીથી, અહંકારથી .....
નિર્લેપ તારાપણાથી અને મારાપણાથી પણ...
કોઈ સ્વપ્નના સળિયા પાછળ આંખો નહિ,
નથી પીંજરું છતાંયે ઊડવું નહિ...
નહિ કોઈ રંગ વેદનાના, પીડાના, દુઃખના.....
નહિ તરંગ કોઈ આનંદના, ખુશીના, સુખના....
બધું જ હોવું ન હોવું એક સરખું...
એ શું હરપળે લાગણીના પુરમાં ધસી જવું?
એ શું હરપળે વિવાદે ચડી જવું?
એ શું કરવા ઉજાગરા કોઈની પ્રતીક્ષામાં ?
એ શું જીવવું સતત પીડાની તિતિક્ષામાં?
નહિ યોગ તારા સંગ હજુ થોડું જીવ્યાનો,
નહિ વિયોગ તુજથી તરછોડાયાનો,
બધું જ હોવું ન હોવું એકસરખું......