એની કથા કંઈક આમ હતી,
આંખમાં એની ઢળતી સાંજ હતી,
ઢાળતી પામ્પણોને જ્યાં એ અમથી,
ભર બપોરે પણ ત્યાં રાત થતી,
ગૂન્થાઈ રહેતી ક્યારેક ખુદમાં,
તો ક્યારેક મહેફિલની એ શાન થતી,
શબ્દોને એ વહાવતી તોલી તોલી,
ને સ્મિતમાં એના ઘરેણાંશી છાપ હતી,
ચહેરા પર રમતી એની નટખટ નાદાની,
તો આંખો એની કંઈ અજબ ઉદાસ હતી,
વાતોમાં એની વિસ્મયનું પરોઢ તો,
જાણે ખામોશીમાં એની કોઈ સાંજ હતી,
ગમતું એની સમીપ રહેવું, એની વાતો,
તોય કોઈ વાર બોલે તો કોઈ વાર ખામોશ રહેતી,
આંગળીઓ એની સાવ નમણી ને નાજુક,
ને તોય મુઠ્ઠીમાં એની જાણે અજબ તાકાત હતી,
ચાહ્યું તો ઘણું મેં કે એકવાર કહી દઉ હું એને,
કે તું, તારી આંખો, તારું સ્મિત મને બહુ વહાલું,
પણ એનાથી છૂપાવવાની મજા કંઈક ઓર હતી,
જાણતી બધુંય એ તોય મને પૂછ્યા કરતી નાહકનુ,
જેટલી એ હતી પરિપક્વ એટલી એ નાદાન હતી...
...sneh...