#મારા મનનો સળગતો એક પ્રશ્ન...
ગંગા પવિત્ર નદીઓ માની એક નદી છે. લોકો ત્યાં સ્નાન કરી શુદ્ધ થયા હોવાનું માને છે. લોકો ખાસ કરીને ત્યાં પોતાની પાપ શુદ્ધિ અર્થે જ સ્નાન કરવા જતાં હોય છે.
વિધવા સ્ત્રીઓ ના નામ આગળ ગં. સ્વ. લખવા માં આવે છે. એટલે કે વિધવા સ્ત્રીઓને ગંગા સ્વરૂપ એવી પવિત્ર માનવામાં આવે છે. છતાં લોકો શુભ કાર્ય કરતી વેળા એ સ્ત્રીને દૂર રહેવાનું કહે છે. વિધવા સ્ત્રી એક માં હોવા છતાં પોતાના જ સંતાનોની લગ્નવિધિમાં ભાગ લઈ શકતી નથી. આવું કેમ છે? લોકો કેમ વિધવા સ્ત્રીને અપશુકનિયાળ માને છે?
તો પછી વિધુર પુરુષ પણ અપશુકનિયાળ જ થયોને. તો આવી માન્યતા કેમ ક્યાંય જોવા મળતી નથી.
વિધવા સ્ત્રી આગળનું જીવન પોતાના સંતાનો અને પરિવાર સાથે જ વિતાવે છે. ઘર ચલાવવું, સંતાનો નો ઉછેર, અભ્યાસ, નોકરી કરી ઘરની બધી જ જવાબદારી સંભાળવી બધું જ એકલે હાથે આજીવન કરે છે. તેને ક્યારેય કોઈ કેમ પૂછતું નથી કે, કહેતું નથી કે, પહજી તું નાની ઉંમર ની જ છે તો તારા થોડા સમય પછી બીજા લગ્ન કરાવી આપીશું. કે પછી તું એકલે હાથે આખા પરિવારની અને સંતાનોની જવાબદારી કેમની ઉપાડી શકીશ. કોઈ કેમ વિધવા સ્ત્રીને આજીવન નિઃસહાય બેરંગ અને દુઃખી જીવવા માટે છોડી દે છે.
પુરુષના બીજા લગ્ન કરાવા તો ખુદ એ પુરુષ અને પરિવાર તેમજ સમાજ ત્યાર હોય છે. એને શુ સમજવું? શું કોઈ પુરુષ એટલા બધા અસક્ત અને નબળા હોય છે કે, તેઓ સ્ત્રીઓની જેમ એકલે હાથે કાંઈ પણ કરવા સમર્થ નથી હોતા. કે પછી આ પુરુષપ્રધાન સમાજ અને દેશના લોકોનું માનવું એ છે કે, વિધવા સ્ત્રીના બીજા લગ્ન પાપ કહેવાય.
આપ લોકો નું શું કહેવું છે? ખરેખર બદલાવ શક્ય છે કે પછી આમ જ ચાલ્યા કરશે. વિધવા સ્ત્રીઓનું જીવન. એક સંઘર્ષ બની.
#સાંઈ સુમિરન...