Gujarati Quote in Whatsapp-Status by Milan

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વર્તન...

વર્તનનું આકરણ જો કરવામાં આવે તો સાથે ઘણા પરિબળો જોડાયેલા જોવા મળે છે. એક મહત્વનું પરિબળ જો કહેવામાં આવે તો એ છે ' સંસ્કાર '. એક જીવ ની ઉત્પત્તિ થી લઈને એના અંત સુધી ની સફર ને જો જોવામાં આવે તો એમાં એનું વર્તન એને મળેલા સંસ્કાર માંથી ઉદભવે છે.

એક અંગ્રેજી માં કહેવત છે ' ACTION HAS REACTION ' અને એક ગુજરાતી માં કહેવત છે ' વાવશો એવું લણશો '. અર્થ એ છે કે તમે જે ક્રિયા કરો છો એ અનુરૂપ જ એનો જવાબ મળશે. તમારું વર્તન બીજા જોડે સકારાત્મક રૂપે હશે તો એમનું વર્તન પણ તમારા જોડે એ અનુરૂપ જ બનશે. અને જો તમારું વર્તન બીજા જોડે નકારત્મક હશે તો એમનું વર્તન પણ તમારા પ્રત્યે એ અનુરૂપ જ બનશે.

એક ઉદાહરણ આપવા માંગીશ...

તમે તમારા ઘરે એક નાની વેલ રોપો. હવે વેલ ની પ્રકૃતિ આગળ એક લાઈનમાં વિસ્તરવાની છે. જો તમે એને ઘરના ઉપરના ભાગમાં સજાવવા માંગો છો તો તમારે એને તાર ક્યાં રસ્સી નો સપોર્ટ આપી એને એ અનુરૂપ ઢાળવું પડશે. જેથી એની શોભા થી તમારું ઘર દીપી ઉઠે. પણ જો એજ વેલ ને આપણે જમીન પર એમજ છોડી દઈશું તો એ ક્યાંક કોક ના પગ નીચે દબાઈ જશે તો ક્યાંક જંગલ ના રૂપ માં પરિવર્તિત થવાની કોશિશ કરશે. અને અંતે તમારે એને નિષ્ક્રિય કર્યે જ છૂટકો થશે. અહી વેલ એ એક જીવ છે જેને તાર અને રસ્સી રૂપી સંસ્કાર આપી એને એક સારા વર્તન કરવા પ્રત્યે દોરવામાં આવે છે કે જેનાથી ઘર ( જીવન ) દીપી ઉઠે. પણ એજ વેલ ( જીવ) ને એમજ નિરાધાર છોડી મુકશું તો એ સ્વયં નું પતન તો ખરું જ પણ એના પાછળ જોડાયેલા પરિબળ ને પણ અનપેક્ષિત અસર કરશે જ.

મિલન લાડ. વલસાડ - સુરત

Gujarati Whatsapp-Status by Milan : 111033183
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now