હું કોઇ કવિ નથી કે નથી કોઇ મોટો લેખક પણ જયારે મારા મન કયારેક સારા વિચારોની દોડાદોડી ચાલતી હોય ત્યારે મને મન થઇ આવેછે કે જેમ કે પ્રસાદ એક વહેંચવાની ચીજછે તેમ સારા વિચારોની જરુર આપલે કરવી જોઇએ કદાચ કોઇની જીંદગી સારા વિચારોને
પાલન કરી જો બદલાતી હોય તો એથી વધુ ખુશી મારા માટે શી હોય શકે!
હું હમેશાં મારા વિચારોને મારી જીદગીમાં પાલન કરુછુ ને કરતો રહીશ.
ને તમે પણ સારા વિચારોને જરુર તમારી લાઇફમાં પાલન કરજો તમને જરુર ફાયદો થતો દેખાશે ને કંઇક નવા અનુભવનો પણ લાભ મળશે
ભગવાને જે આપણને અંગો આપયાછે તેનો પુરો ફાયદો લેવો જોઇએ જેમકે આંખ સારી ચીજ જોવાનું કામ કરેછે તેમ કાન પણ સારા વિચારોને સાંભળવાનું કામ કરેછે.છતાંય શું સારુ ને શું ખરાબછે તે આપણે જ વિચારીને તેનો અમલ કરવાનોછે. માટે જ સારુ જુઓ ને સાચું સાંભળો બસ આટલુ જ કરવાથી કદાચ તમે તમારી દુનીયા સો ટકા જીતી લેશો.