#KAVYOTSAV
@@@ અનુપમ 'કવિતા...'
કેમ કરી એનું કરું વર્ણન,જે સ્વયં અનુપમ કવિતા છે.
અલંકાર વિનાજ શોભતી,કલ કલ વહેતી સરિતા છે.
શબ્દોને શણગારે સ્પર્શી,ધન્ય બને એની જીહવા થકી.
વાત કરે છે એવા લયથી, જાણે વાક રત્ન કણિકા છે.
ફણીધર ની ભર્યા સમ, કાળાશ એના કેશની છે.
લીલુડી ધરતી જેવી, જીવનમાં એની હરિતા છે.
પાંપણનો પલકારો અને, આંખો પણ કરે વાતો.
સુંદરતાના શિખરે શોભે, સુરત મન ભાવિતા છે.
તેજસ્વી ધ્રુવ તારક જાણે, અવની પર ઉતર્યો આજે.
શોભાયમાન બિંદી થી, એનું ભાલ રત્ન જડિતા છે.
હશે નિચોવ્યા કોટી ગુલાબો,પ્રભુએ એને અર્પણ કરવા.
રંગ ગુલાબી એના ગાલનો, આખી પ્રણય સંહિતા છે.
મજબૂર બન્યો વર્ણન માટે,મનોહર છબી નિહાળીને.
અનુરાગ જાગ્યો મુજ ભીતર,વ્યક્તિત્વ એનું વનિતા છે.
- અલ્કેશ ચાવડા 'અનુરાગ'