અમીર ને ગરીબ એક એ એવા શબ્દોછે કે એ સમાજમાં જીવવા માટે એક વિરોધઆભાસ બની જતા હોયછે કારણકે ઘણા એવુ સમજેછે કે તે કેટલો અમીર માણસછે ને હુ કેટલો ગરીબ માણસછું!
આ એક આપણી નજરની એક ખામીછે કારણકે તે પણ તેના એક કાળમાં ગરીબ જ હતો તેને પણ એક સમય ગરીબીનો બહુ નજીકથી જોઇ લીધોછે તેને ખબરછે કે ગરીબી એ શુ ચીજછે!
ને તમે તમારા તેના ગરીબીના સમયમાં ગુજરી રહ્યા છો માટે તમને હજી ગરીબી એ શું છે તે તમણે હજી હવે જાણ થાયછે.
તે આમ જ અમીર નથી થયો પરંતુ તે તેના ગરીબીના કપરા કાળમાંથી ગુજરી ચૂક્યોછે
ને તમે તો હજી તેમાંથી પસાર થઇ રહ્યાછો.
દા.ત..શાહરુખાન બહુ મોટો સુપરસ્ટારછે તે જયારે મુંબઇ કામ માટે આવ્યો ત્યારે તેની પાસે ખાલી વીસ રુપીયા હતા ને આજે તેની પાસે ચાર હજાર કરોડછે જે તેનો એકલો માલિક છે. આમ ગરીબી ને અમીરીનું ચક્ર સમયની જેમ ફર્યા કરેછે પણ તેને માટે તમારે સખત પરિશ્રમ કરવો પડે સાથે સાથે તમારુ નસીબ પણ તમને સાથ આપતુ હોવુ જોઇએ.
નહિતો મહેનત તો ખેડૂતો પણ પોતાના ખેતરમાં કરેછે છતોય તેઓ કયારેય કરોડપતિ થતા નથી..બસ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે આપણને કરોડપતિ તો થીક પણ એક શાંન્તિનો રોટલો જરુર આપે.
અને જો દરેક કરોડપતિ થશે તો પછી ભગવાનના મંદિરમાં કોણ જશે!!!