#KAVYOTSAV
ગઝલ...
તારા અધરના સ્પર્શથી સત્કારજે મને,
સંવેદનાના ફૂલથી શણગારજે મને.
જો હોય સાચો પ્રેમ તને મારા પર સદા,
આવી કબરની પાસ તું પુકારજે મને.
જો કોઇ સાથ ના દે તને જિંદગીમાંહે,
તો દુઃખ સૌ તજીને તું સંભારજે મને.
મારા શરીરનો જો આ દીવો બુઝાઇ તો,
તુજ દિલ મહીં હયાત સદા ધારજે મને.
થઇ જાય કોઇ ભૂલ જો 'ધબકાર'થી કદી,
રાખીને પ્રેમ દિલમાં તું સ્વીકારજે મને.
-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)