# KAVYOTSAV
ગઝલ...
ચોતરફ ચર્ચા બધી મારી તમારી હોય છે,
કોઇ વાતો સારી તો કોઈ નઠારી હોય છે.
ખુદ ઉપર વિશ્વાસ રાખી કામ કરજો દોસ્તો,
જાત તો લોકોની હંમેશા ઠગારી હોય છે.
એ કરે છે આંખથી ઘાયલ બધાને દોસ્તો,
આંખમાં એ રાખતી કોઈ કટારી હોય છે.
લોક તો વિશ્વાસ રાખે છે મગજની વાત પર,
દિલની વાતોને તો લોકોએ નકારી હોય છે.
સર્વ જીવન અન્ય માટે જીવી લીધું કાયમી,
એટલે મૃત્યુ પછી દિલમાં પથારી હોય છે.
-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)