ગઝલ...
દે જે અજવાળું બીજાને સદા ખુદને જલાવીને,
કરે છે જિંદગીને એ સફળ જીવનમાં આવીને.
હશે વૃક્ષો ધરા પર તો બચી જાશે બધા લોકો,
થઈ જાશે સફળ આ જિંદગી વૃક્ષોને વાવીને.
લઈ લેશે જગા લોકોના દિલમાં તું લુચ્ચાઈથી,
જગા ઈશ્વરના દિલમાં લેશે તું કર્મો બતાવીને.
અહીં લોકો વિચારે છે સદા ખુદના જ લોકોનું,
થશે તારી કદર બહુ અન્યનું જીવન સજાવીને.
પતન નક્કી છે એનું જે કરે અભિમાન હંમેશા,
સુખી બેશક થવાના જે રહે ખુદને નમાવીને.
-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)