ગઝલ... (કોને ખબર)
કોણ ભીતર આવશે કોને ખબર!
કોણ ભીતરથી જશે કોને ખબર!
લાગણીનો દીપ પ્રગટાવ્યો છે મેં,
ક્યાં સુધી એ ચાલશે કોને ખબર!
હું તો માનું છું કે ઈશ્વર દિલમાં છે,
પણ એ કયારે માનશે કોને ખબર!
બ્હારથી તો એ ઘણી મલકાય છે,
એની ભીતર શું હશે કોને ખબર!
સ્વાર્થ ખાતર વૃક્ષ કાપે માનવી,
આ જગતનું શું થશે કોને ખબર!
-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)