ગઝલ.......
કોઈ ભીતર લાગણી વાવી ગયું.
મારી ભીતરથી અહમ કાઢી ગયું.
જાત મારી ઓળખી મેં જ્યારથી,
દર્દમાં પણ જીવતા ફાવી ગયું.
જિંદગીમાં સાચવીને જીવજો,
વાત સૌ આ કોણ સમજાવી ગયું?
વૃક્ષ પક્ષીઓનું ઘર તો હોય છે.
સ્વાર્થ ખાતર કોણ એ કાપી ગયું?
કર્મની સૌ વાત જે જાણી ગયું,
ધર્મ સાચો તોજ એ પાળી ગયું.
-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)