? ક્ષમા ?
ના ચાહું ખુશી એવી,
જોઇ દુઃખ બીજા નું
મને હાસ્ય મળે.
ના જવું એ ઊંચાઈ એ,
કે મારા પગ જમીન ને
નાં સ્પર્શે.
ના મળે એટલી શક્તિ,
કે નિર્બળ પર
વાર કરુ.
જ્ઞાન ચાહું હું એવું,
ના ખુદ પર
અભિમાન આવે.
મન હૃદય નિર્મલ
ચાહું , કોઈ થી
એ ના જલે.
છતા, મારા થી,
જાણે અજાણે, દિલ
દુઃખે જો કોઈ નું,
હે!!! ઇશ્વર મને
ક્ષમા કરજે.