Gujarati Quote in Whatsapp-Status by Alkesh Chavda Anurag

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

@ આવુજ બનતું હોય છે...

'જરૂરિયાત' અને 'સંબંધ' બંન્ને ને ખૂબ સારું બને છે. જ્યાં જરૂરિયાત હશે ત્યાં સંબંધ પણ સોળે કળાએ ખીલી ઉઠશે અને જેવી જરૂરિયાત પૂર્ણ થઈ એટલે ધીમે ધીમે સંબંધ મૃતપ્રાય થતો જાય છે. કારણ કે સંબંધ ના મૂળમાં જરૂરિયાત હતી ,જે સંબંધ ને સદા પોષતી હતી. 

સ્થપાયેલા સંબંધમાં જરૂરિયાતનું કારણ હોય તો એનું અવલોકન કરજો, તરત ખ્યાલ આવી જશે કે... 

...કારણ ખતમ એટલે સંબંધ ખતમ. 
...કારણ ખતમ એટલે જગતનું સૌથી મૂલ્યવાન તત્વ જેને આપણે 'લાગણી'  અથવા 'પરવાહ' કહીએ છીએ એ પણ નિર્મૂલ્ય બની જાય છે.

વર્ષો વીતવા છતાં અથવા કોઈ પણ પરિસ્થિતિ સર્જાવા છતાં લાગણી અને સંબંધ ત્યાંજ અકબંધ રહે છે કે જેના સર્જનના પાયામાં વિશુદ્ધ પ્રેમ હોય. કોઈ કારણ કે જરૂરિયાત વિનાજ એ સંબંધ સ્થપાયો હોય...

@ અલ્કેશ ચાવડા 'અનુરાગ'

Gujarati Whatsapp-Status by Alkesh Chavda Anurag : 111029895
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now