#THANKYOUTEACHER
ગુરૂ-શિક્ષક એ વ્યક્તિના મૂલ્યઘડતર-ચારિત્ર્ય ઘડતરમાં પાયાનો પથ્થર છે. જગતને બદલવાનું અને સંસારનું નવનિર્વાણ કરવાની તાકાત માત્ર એક શિક્ષકમાં જ છે!
ગુરુ એક એવો ઝળહળતો સૂરજ છે કે અનેકોની જીંદગી અજવાળીને રોશન રોશન કરી સકવા સમર્થ છે.
માતા પછીનું જો કોઈ શ્રેષ્ઠ સર્જન યા વ્યક્તિત્વ હોય તો એ છે ગુરુ-શિક્ષક.
જે સ્વયં શૂન્ય છે અને શૂન્યની જેને સમજ નથી એવા જવાંહીરને સર્જન તરફ લઈ જવા એ કપરું કામ છે, એ જ કપરા કાર્યને સાવ સરળતાથી, સહજતાથી શીખવી શકે એ જ છે ગુરુ.
મારા જીવનમાં આવા અનેક શિક્ષકોનું ગુરુઓનું વિશિષ્ટ સ્થાન રહ્યું છે.
આવા સો ટચના ગુરૂઓ વિશ્વની શ્રેષ્ઠ અજાયબીઓ છે.