મારા કૃષ્ણ
કૃષ્ણ અર્થાત કૃષ એ સતાવાચક અને ણ એ આનંદવાચક હોઈ બંને એક્તાસૂચક પરબ્રહ્મ છે. તે કહે છે કે, ‘પોતે ઈશ્વર છે, મારા માર્ગમાંથી માનવી દૂર જઈ શકતો નથી; તમામને મારી પાસે આવવું જ પડે છે.’ તેમનું કામ આંખો ઉઘાડવાનું, આગેકૂચ તરફ વિશાળ દ્રષ્ટિથી જોતાં શીખવવાનું છે. તેમના બે વિચારો - એક ભિન્ન ભિન્ન વિચારોનો સમન્વય અને બીજો અનાસક્તિ. સિંહાસનારૂઢ રહીને કે સૈન્યનું સંચાલન કરતાં અને પ્રજાઓ માટે મોટી યોજનાઓ ઘડતાં પણ મનુષ્ય પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે. શ્રીકૃષ્ણે મહાન ઉપદેશ યુધ્ધના મેદાનમાં આપેલો તેને હું પણ આજે કળયુગમાં અનુસરું છું.
ઝુલાવું કાના હું તને હૈયાના હિંડોળે,
આંખોના આંગણે તું ફરવા આવજે કાના.