Gujarati Quote in Quotes by Het Vaishnav

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#MERAKRISHNA
નાના ભૂલકાં થી માંડી ને  મોટા વયસ્ક બધા નો ફેવરિટ હીરો એટલે  'કાનુડો ' 
જેનું નામ રાખવાથી એના લક્ષણો દેખાય  
નટખટ  કહો કે કહો પ્રેમ નું પ્રતિક  
મારા દરેક પ્રોબ્લેમ નું સોલ્યુશન  મને નાનપણ થી જ મળી ગયેલું મમ્મી એ કહેલી એ કાનુડા ની વાતો થી. 
કોઈ સવાર  સવાર મા  ગુડ મોર્નિગ ની  જગ્યાએ જય શ્રી કૃષ્ણ કે ને એટલે  આખો દિવસ સુધરી જ જાય 
કૃષ્ણ ભક્તિ ખાલી ભારત મા જ નહિ પણ વિદેશ મા પણ જોવા મળે છે હમણાજ  થોડા ભૂરિયાઓ હાથ મા ઢોલક અને કડતાલ સાથે  નીકળી પડેલા ક્રિષ્ણા ક્રિષ્ણા હરે ક્રિષ્ણા   હરે હરે  હરે ક્રિષ્ણા  જોઈને ખુબ આનંદ થયો  
આપણે તો પ્રેમ કરીએ  પ્રેમ  મેળવવા માટે પણ એમણે પ્રેમ કરિયો પ્રેમ સમજાવવા માટે    
એમની  પ્રતિમા ભલે પ્રાચીન હોય પણ ઉપદેશ અર્વાચીન છે આજના યુગ મા પણ જેમના ઉપદેશ નું પાલન કરવાથી  મોટા મા મોટી સમસ્યા નો ઉકેલ મળી જાય છે .
મહાભારતના અનુશાસન પર્વમાં ઋષિ દુર્વાસા પ્રસન્ન થઈને કૃષ્ણને આશીર્વાદ આપતા કહે છે કે : ‘જ્યાં સુધી મનુષ્યનો અન્નમાં ભાવ રહેશે ત્યાં સુધી માનવજાતને તારા પ્રત્યે પણ ભાવ રહેશે જ !’ આ આશીર્વાદ સંપૂણપણે સાચા પડ્યા  હા માનું  છુ કે આજે  ખાવામાં વધારે અને ભક્તિ મા  ઓછો રસ જોવા મળે છે . 
જેમ જન્માષ્ટમી નજીક  આવતાજ સોશ્યલ મીડિયામાં  બધા કૃષ્ણ ભક્ત બની મોટી મોટી વાતો અને ભક્તિ ના સંદેશ ફોરવર્ડ  કરે છે  થોડું  દુઃખ થાય સાથે ખુશી પણ થાય કે ભલે એક વર્સે તો મારા કાના નું નામ તો લે છે 
જીવન મા એક મિત્ર ,એક પ્રેમી,એક ભાઈ  જો મારા કાના જેવા  મળી જાય જીવન ધન્ય થઈ જાય 
કોર્ટ મા કસમ ખવડાવવા ગીતા પર હાથ  મુકાવવા કરતા જો એ ગીતા મા રહેલું  જ્ઞાન અપરાધીને આપવામાં આવે તો ખોટો રસ્તો મૂકી સાચા રસ્તા પર આવવાનો વિચાર તો જરૂર કરશે  વિચાર આવે છે કે  ક્રિષ્ણા લીલા સાંભળવામાં આટલી મજા આવે છે તો એ સમયે એમની સાથે રહેલા લોકો કેટલા નસીબ વાળા કેવાય  કે એમની લીલા જોવાનો મોકો મળ્યો એમની વાંસળી સાંભળવાનો મોકો મળ્યો ધન્ય છે એ ગાય જેમને ભગવાન શ્રી કૃષ્ણ પોતેજ ચરાવવા ગયેલા .
- આભાર  જય શ્રી કૃષ્ણ

Gujarati Quotes by Het Vaishnav : 111028505
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now