Gujarati Quote in Microfiction by Pooja

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#MERAKRISHNA

                                  જય શ્રી કૃષ્ણ


   જેનું નામ લઈને સવાર થાય છે અને જેના નામ સાથે રાત પડે છે.જે સવૅત્ર વ્યાપેલા છતાં તેમને જોઈ શકાતા નથી. પણ તેમની હાજરી મહેસુસ થાય છે એવા મારા વ્હાલા કૃષ્ણ મારા મિત્ર છે. એવા મિત્ર જેની સાથે લડી શકાય, ઝધડી શકાય, જેમની સાથે પોતાની અંગત વાતો વિના સંકોચે શૅર કરી શકાય. જે આપણી સાથે ક્યારેક બાળક થઈ મસ્તી પણ કરે છે અને ક્યારેક પુખ્ત વ્યક્તિ બની ને સહી માગૅ પણ બતાવે છે. તે આપણી ભુલો , લુચ્ચાઈ બઘું માફ કરીને આપણે જેવા છે તેવા સ્વીકારે છે. તે આપણી ભુલો માટે શિક્ષા પણ કરે છે. દુઃખ ના સમયમાં એટલા જ સ્નેહ થી આપણ ને સંભાળે છે. જેની પાસે માગણી પણ કરી શકાય ને જેના એક મધુર સ્મિત માં ખોવાઈ જવાય છે.એવા મારા કૃષ્ણ મારા મિત્ર અને પથદર્શક છે. મંદિર માં જઈએ કે નહીં પણ તે આપણા અંદર બિરાજેલા છે અને હંમેશા સાચી રાહ બતાવે છે.બસ જરૂર છે એને સાચા દિલથી યાદ કરવાની. સૌ ને મારા જયશ્રી કૃષ્ણ!!
 



Gujarati Microfiction by Pooja : 111028440
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now