ના .... ના પાડતા શીખવું.... આ વિષય પર મેં ઘણું વાંચન કર્યું છે કેમ કે મારી સૌથી મોટી તકલીફ જ આ હતી કે હું ના નોતી પાડી શકતી... જેના કારણે મારે ખૂબ તકલીફ ભોગવવી પડતી... ક્યારેક સંબંધો માં તો કયારેક કાર્યક્ષેત્રે.... અંતે કદાચ હવે આ વસ્તુ હું શીખી ગઈ...
1) ખુદ ને ખરાબ લગાડી કયારેય બીજા ને ખુશ રખવા નહિ..
2) લોકો સ્વાર્થી સમજે વાંધો નહિ.. બધા ને explain કરતા ના ફરો .. આપણે ઉપરવાળા ને જવાબ આપવા બંધાયેલા હોવા જોઈએ...
3) ના એટલે ના... આગળ પાછળ વધારે સમજૂતી કે કારણ આપવાની જરૂર નથી...યોગ્ય નથી લાગતું સિમ્પલ ને સારી ભાષા માં... માફ કરજો હું નહિ કરી શકું....
4) આવું કરશો એટલે લોકો તમને બદલાયેલા કેશે... એમને કહી દો કે આજે મોબાઇલ ની સાથે સાથે મેં મારી જાત પણ update કરેલી છે...કેવું લાગ્યું આ નવું વર્ઝન? હાહા.... પરાણે મન વગર... માત્ર પોતાના સ્વભાવ ને વશ થઈ ને બધી વાત માં હા પાડવી યોગ્ય નથી ... નથી ગમતું... નથી કરવું...ના...બસ....