#merakrishna
કૃષ્ણ એટલે મેનેજમેન્ટ અને મોટીવેશનલ ગુરૂ
આજના યુગમાં મેનેજમેન્ટ અને મોટીવેશન માટે મેનેજમેન્ટના અને મોટીવેશનલ પ્રોફેશનલ ગુરુને હાયર કરવાનો ટ્રેંડ ચાલે છે. મારા માટે કૃષ્ણ એ મોટીવેશનલ અને મેનેજમેન્ટના પ્રોફેશનલ ગુરુ અને મિત્રનું કામ કરે છે.
કૃષ્ણએ કુરુક્ષેત્રમાં જેમ અર્જુનને મોટીવેટ કર્યા તેમ મને પણ જરુર પડે તેમના નામ સ્મરણથી કે ગીતાના શ્લોકના પઠનથી મોટીવેશનલ મળી રહે છે. જેવાકે કર્મ કરો પણ ફળની આશા ન રાખો.પરિવર્તન સંસારનો નિયમ છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના કામમાં આનંદ અનુભવે છે, ત્યારે તે પૂર્ણ થાય છે. મનુષ્યો જન્મથી નહીં, પરંતુ તેમના કર્મો દ્વારા મહાન બને છે.
એટલેજ કૃષ્ણ ને "કૃષ્ણ વંદે જગતગુરુ" કહેવાય છે.