#MERAKRISHNA
શ્રી કૃષ્ણ ભગવાન એક “સિવિલ એન્જીનીયર” માટે
“શ્રી કૃષ્ણ ભગવાન નું સિવિલ એન્જીનીયરને આત્મજ્ઞાન”
બધુક મિથ્યા છે તારો ઓવર ટાઇમ, તારા ધાબા ભરવાના ટાર્ગેટ,
નથી તારે કોઈ સામાજિક સંબંદ; નથી કોઈ ઓળખતુ તને “નામ” થી;
નથી કોઈ સવાર તારી, નથી કોઈ રાત તારી;
નથી પરિવાર, નથી પિતા, નથી પત્ની કે નથી દિકરા-દિકરી;
નથી કોઈ “રાધા” નામની પ્રેયસી, નથી પ્રેમ ની કોઈ યાદ;
નથી કોઈ તારા કામ નો ભાગીદાર, નથી કોઈ આધાર;
નથી કોઈ તારા સારા કામ ની દરકાર, નથી કોઈ “ઈન્સેટીવ”
નથી કોઈ કામ નું ‘ફળ”, નથી, નથી કોઈ આશા તારી,
બસ, ચિંતા જ છે માત્ર “ઈ.મ.આઈ” અને તે લેપ્સ ના થઈ જાય તેની:
હે સિવિલ એન્જીનીયર, શોક ન કર, છેવટે તો તારો “બોસ” પણ હુજ છુ:
તારા તો માત્ર પાછલા જન્મના કર્મો, અને આ ભવ ના કર્મો જ છે: