જેમણે પોતાના અરમાનોની ત્રિકમથી મારી જિંદગીના પાયા ખોદયા છે, એ પિત્તા ખરેખર ભગવાનની જીવતી જાગતી વ્યાખ્યા છે,
મુઠીભર પૈસામાં પણ મારા કોથળા ભર સપ્નાઓ પુરા કર્યા છે, નજાણે તેમણે તેમના કેટલાયે સપ્નાઓ વધેર્યાં છે,
પોતાની ઈચ્છાઓ ને ગીરવે મૂકી મારી માંગણીઓના હપ્તા ચૂકવ્યા છે, આમને આમ મેં તેમની ખુસશીના કેટલાય બજેટ વિખેર્યા છે,
તેમના સુખમા સરવાળો અને દુઃખકોમાં મારી બાદબાકી કરી છે, પોતાના ભવિષ્યનો ભાંગાકાર કરી મારી માંગણીઓના ગુણાકાર કર્યા છે,
ઘસમસ્તી નદીની જેમ દિવસ -રાત દોડીને એ થાક્યા છે, તેમની સમુદ્ર સમી જિંદગી સ્થિર થઇ આજે સપનોના શેવાળ જામ્યા છે.
આજે મારી અંદર રહેલા પુત્રએ મને બિનજાવબી સવાલ કર્યા છે, કે આખી જિંદગી મા પિત્તા પોતાના માટે ક્યારે જીવ્યા છે?
જેમણે પોતાના અરમાનોની ત્રિકમથી મારી જિંદગીના પાયા ખોદયા છે, એ પિત્તા ખરેખર ભગવાનની જીવતી જાગતી વ્યાખ્યા છે.
~કેવલ વિઠલાણી (સનવાવ)