#Friendshipstory
મિત્રો ની મિત્રતા
100 શબ્દો માં કોઈ પણ ટોપિક પર સ્ટોરી બોલવા ની કોમ્પિટિશન માં મેં ભાગ લીધો, મને ટોપિક આવ્યો 'મિત્રો ની મિત્રતા'. સ્ટેજ પર પહોંચી અને થોડી ક્ષણો પછી હું બોલી 'મિત્રતા એવો ટોપિક છે એના પર હું આખી બુક લખી નાખું પણ લખવા બેસું ત્યારે શું લખવું અને શું કાઢવું એનું ભારી કન્ફ્યુઝન. મિત્રતા એ મને ખુશ પણ રાખી છે ને દુઃખી પણ. હવે બધું બોલવા જઈશ તો સમય અને શબ્દો બંને ઓછા પડશે તો બસ આટલું જ કહીશ કે મિત્રો છે ને એ આંસુ જેવા હોય છે. કોઈક વખત આંખો માં થી વહી ને ખુશી આપી જાય છે અને કોઈક વખત વધુ દુઃખી કરી જાય છે. પણ ગમે એવા હોય જરૂરિયાત સમય એ સાથ પૂરતો નિભાવે છે.'
- MEGHA GOKANI