' ભાઈબંધ એટલે '
જે મીઠું મીઠું બોલે ત્યારે વ્હેમ જાય , અને
ગાળ બોલે ને ત્યારે ગોળ ગોળ થઈ જવાય
' એનું નામ ભાઈબંધ '
એ તુંકારી ને બોલાવે એમાં ,
જગત ભરના આદર કરતાં પણ વધારે હોય છે...
જેની પાસે કોઇ ખુલાસા કરવાની જરૂર ન પડે ,
ને વગર કહે બધું જ સમજે
'' એનું નામ ભાઈબંધ ''
જેની સાથે વાત કરીને મનનો ભાર હળવો થાય
'' એનું નામ ભાઈબંધ ''
જેની સાથે કરેલા તોફાનો યાદ કરતા જ
મન મલકાઈ જાય
'' એનું નામ ભાઈબંધ ''