#Friendship story competition
પાર્થ એ ફ્રેંડશીપના દિવસે નિખિલ ને ફોન કર્યો ત્યાં બાજુમાં જ બેસેલ રવિ આ જોઈ આશ્ચર્યચકિત થઈ ગયો.
તેને કોલેજ નો સમય યાદ આવી ગયો.
એક છોકરી ના લીધે કરેલ દગો આજ પાર્થ ભૂલી ગયો હતો.પાર્થ રિદ્ધિ ને તેના થી પણ વધુ પ્રેમ કરતો હતો અને આ પ્રેમ શરીર ની પુષ્ટિ માટે નય પણ દિલ થી દિલ સુધીનો હતો.નિખિલ 'રિદ્ધિ ને પાર્થ સાથે મિત્રતા માટે પૂછવા ગયો ' પણ રિદ્ધિ એ ના પાડી.થોડાક દિવસો પછી જ નિખિલ અને રિદ્ધિ એકબીજાને પ્રેમ કરવા લાગ્યા અને પાર્થ નું દિલ તોડી નાખ્યું.
માણસ પ્રેમ માં નિષ્ફળ જાય ત્યારે નય પણ જે મિત્ર ને ભાઈ થી પણ વિશેષ સ્થાન આપ્યું હોય અને એ દગો કરે ત્યારે તૂટી જાય છે.
આજ પાર્થ એ મિત્રતા નું એક ઉદાહરણ પૂરું પાડ્યું.આ જોઈ રવિ તો રડી જ પડ્યો.