કાગળ
હતો કોરો કાગળ હું વાયરા સંગ ઉડતો હતો
પડ્યો કોઈ જ્ઞાની ના હાથે તે કલમ દ્વારા લખતો હતો,
ઉડવું હતું વાયરા માં મારે પણ ના તે ઉડવા દેતો હતો
મારા સફેદ સુંદર સ્વરૂપ ને કલમ દ્વારા કાળો કરતો હતો,
ભાન થયું તે વાત નું મુજને કે પહેલા હું અજ્ઞાની હતો
કલમ ઘસી પણ જ્ઞાની કર્યો તેથી થોડો અભિમાની હતો
નથી કીમત કોઈ મારા શરીર ની છતાં હું રાજી થઇ ગયો
જ્ઞાન લેતા મુજ માંથી”યાદ” હું આજે ખુબ મોટો થઇ ગયો
- કલસરિયા પ્રકાશ 'યાદ'