સોશિયલ મીડિયા :- દાનવ કે દેવદુત??
---------------------------------------------
સોશિયલ મીડિયા એવું માધ્યમ છે, જેના થકી આપ આપના આંગળીના ટેરવે પોતાનો સંદેશ 'વિશ્વ ફલક' સમક્ષ રજૂ કરી શકો છો.....
આજે આ સોશિયલ મીડિયામાં મુખ્યત્વે બે પ્રકારના વર્ગો જોવા મળે છે:-
-------
1)'દાનવ વર્ગ':- 'સામાજિક પ્રદુષકો' (social polluter)
હવા,પાણી,અવાજ કે ભૂમિ પ્રદૂષણની માફક આ સામાજિક પ્રદુષકોની ટકાવારીમાં વધારો થતો જઈ રહ્યો છે. જેમ કે,
:- ધર્મ,જાતિ,લિંગનો આશરો લઈ સમાજમાં વિખવાદ પાડી પોતાના એજન્ડાને સફળ બનાવવો.
:-વ્હોટ્સએપ જેવા માધ્યમો થકી 'ખોટી અફવા ફેલાવવા' નામના શસ્ત્રોનો ઉપયોગ કરવો.
(તાજેતરમાં બાળકો ઉઠાવી જતાં ગેંગની ખોટી અફવા ફેલાવી આ લોકો એમની મોતના પાપી બન્યા છે.)
:-વિડીયો કે કોઈ ફોટાનું એડિટિંગ કરી આવા લોકોને કોઈની જિંદગી તબાહ કરવામાં મજા આવે છે.
------------
2)'દેવદુત વર્ગ':- 'સામાજિક પ્રભાવકો' (social influencer)
જેમ વાયુમાં ઓક્સિજનની ટકાવારી ફકત 21% આસપાસ જ છે,એવી જ રીતે આવા વર્ગના લોકોની ટકાવારી એનાથી પણ ઘણી ઓછી છે.
:-ખાસ કરીને આવા લોકોની પ્રવૃત્તિ પોતાના કાર્યો થકી સમાજમાં સારો સંદેશો પહોંચાડવાનો હોય છે.જે હર કોઈ દિલથી સલામને પાત્ર છે.
---------
આમ,સોશિયલ મીડિયા નથી સંપૂર્ણપણે દાનવોનું કે નથી દેવદુતોનું....ફકત આજની વાસ્તવિકતા એટલી કે દાનવવૃતિ નો દબદબો અહીં વધુ છે....
સવાલ એ છે કે આપણા લેવલે આનું સમાધાન શું હોઈ શકે???
-----------
1)મહાત્મા ગાંધીજી એ જેમ બ્રિટિશ શાસનના અન્યાય વિરુદ્ધ અહિંસક 'અસહકાર આંદોલન' ચલાવ્યું હતું,એ જ રીતે આપણે 'સામાજિક પ્રદુષકો' ના એજન્ડા વિરુદ્ધ 'અસહકાર' આપી એના શસ્ત્રોને ત્યાં જ શિકસ્ત આપી દઈશું.
2)આખરે,શું ખરું અને શું ખોટું એ વચ્ચેનો ભેદ સમજવા ખુદની વિવેકબુદ્ધિ વિકસીત કરીએ..
------------
આવો,સોશિયલ મીડિયાનો ઉપયોગ 'પ્રેમ અને ભાઈચારો' વધારવામાં કરીએ અને આવનારી પેઢી સમક્ષ હકારાત્મક વાતાવરણ સર્જવાનો પ્રયત્ન કરીએ....
લેખ વાંચવા બદલ આભાર