પહેલાં નાનો બાળ હતો તો ...
મોટેરાઓને જોઈને થતું કે હું ...મોટો ક્યારે થઈશ ...
ને આજ મોટેરાઓની મોટાઈ જોઈ થાય છે કે ...
નાના બાળની નાદાની સારી હતી ...
માત્ર નિસ્વાર્થ પ્રેમ ...
પહેલાં અન્નની ભૂખ ઘણીય હતી ...
પણ એટલું ખાવા નહોતું મળતું ...
તોય એક સંતોષ હતો ...
ને આજે કઈ કેટલુંય છે ખાવા ને ...
તો નથી રહી ભૂખ કે એ મીઠાસ ને સંતોષ ...
કેમ કે હવે તો માણસને લાગી છે ,
ખુદ માણસની ભૂખ ...
પહેલાં રમવાને ઘણીય રમતો હતી ...
ને ભેરુઓ પણ ઘણા હતાં ...
એની મજા જ અનોખી હતી ...
ને આજ લોકો રમતો તો રમે છે પણ ...
લાગણીઓ સાથે ને કોઈ તો આખીય જિંદગી સાથે ...જ
પહેલાં ઘા પડતાં ડીલે તો હળદર કે પછી ...
વ્હાલભરી ફૂંકથી ઠીક થઈ જતાં ...
ને હવે તો ઘા એવા પડતાં દિલે કે ...
ઠીક થવાનું તો શું રૂઝાવા
ની પણ કોઈ શક્યતા નથી ...