આ તે કેવો વરસાદ? 

ડોળ હોય તો ડહોળી નાખજે તું
સ્પષ્ટ  કહું વરસાદ આજે તને હું
પરિપક્વ ન હોય જો પ્રેમ તારો તો
ક'દિ  માંગીશ નહીં તારી પાસે  હું.....
                       ડોળ હોય તો... 

મેઘ આડંબર કરે આકાશે ગરજીને
' ને વરસે તું ય વહેવાર સમજીને
આ સૂરજ પણ હાંસી ઊડાવે પછી
વાદળ આડેથી મલકી મલકીને......
                       ડોળ હોય તો... 

લાગણી દબાવી દઈ રીત નિભાવી
આ ફિતરત કેવી તેં હવે  અપનાવી? 
મન મોકળું કરી જરા ખેલી જો હોળી
ઉત્કટ પ્રેમથી ધરાને તું કર ભીની......
                          ડોળ હોય તો...

તને એમ કે કરગરી રડી પડીશ હું
આ ધરાને હજૂ ન ઓળખે છે તું
ખમ્યા છે કંઈક દરદ પથ્થર થઈ
હવે બાકી કઈ કસોટી કરે છે તું?......
                            ડોળ હોય તો...
©અર્ચિતા દીપક પંડ્યા

Gujarati Shayri by Archita Deepak Pandya : 111025094
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now