નાના બાળકોના અકાળ મૃત્યુ પ્રસંગે શ્રધ્ધાંજલિ સ્વરુપે
શ્વાસ તો શ્વાસ જ હોય છે આમ તો,
એને ક્યાં ઉમરનો બાધ હોય છે આમ તો.
ધબકતાં હ્રદયમાં પણ નિરંતર વહે છે એ તો,
ને ધબકારો ચુકી જવાય તો પણ વહે છે એ તો.
આ તો હતા સૌ બાળ, હજુ તો જીવનના પ્રથમ ચરણમાં,
જીવન કેવું હશે? એ પણ નથી વિચારી શકતા છે પ્રથમ ચરણમાં,
“મા” નો પ્રેમ અને પિતાનું વાત્સલ્ય ઝંખતા હતા હજુ તો,
શરુ થયેલ છે પ્રેમને વાત્સલ્ય ભીની સરવાણી હજુ તો.
ત્યાં તો બની ઘટના એક કરુણતાની,
ઈશ્વરે પણ કદાચ પુરાવી હશે આકાશી હાજરી.
બાળ હ્રદયના શ્વાસ ગયા અચાનક થંભી,
અનંતયાત્રાની વાટ માટે જાણે સૌ ગયા સંપી.
શું “નિમિત” બન્યા છે સૌ “એ” પરિસરના વાસી?
કે પછી પ્રભુ ઈચ્છા બળવાન માન્યા છે સૌ પરિવાર વાસી?
કરુણતા સભરના દ્રશ્યો જોઈ ભીંજાઈ ગઈ છે આંખો,
નત મસ્તકે ઈશ્વરને એજ પ્રાર્થના અર્પો દિગંતોને શાંતિ.
શ્વાસ તો શ્વાસ જ હોય છે આમ તો,
એને ક્યાં ઉમરનો બાધ હોય છે આમ તો.
------------------------------------------------------------------------------------------
-કિરીટ બી. ત્રિવેદી,-“નિમિત”
સ્થળ :-ગાંધીનગર