*ચલો જીતે હૈ*
----------------------------------------
નરેન્દ્ર મોદીના બાળપણ પર આધારિત આ આત્મકથારૂપ ફિલ્મ, ગરીબો માટે તેમની સહાનુભૂતિ અને સશક્તિકરણ ફેલાવવાની તેમની ઇચ્છાને વ્યક્ત કરે છે.
(નોંધ:-અહીં કોઈ વ્યક્તિના બદલે એક ફિલ્મનો ઉત્તમ સંદેશ પહોંચાડવાનો પ્રયાસ છે.)
------------------------
નરુ નામનો છોકરો બાળપણમાં સ્વામી વિવેકાનંદજીનું એક પુસ્તક વાંચતા-વાંચતા એક અદ્ભુત વિચાર વાંચે છે. જે વિચાર હોય છે, 'બસ વહી જીતે હૈ,જો દુસરો કે લિયે જીતે હૈ.'
આ વિચાર વાંચતાંની સાથે જ એના બા ને નરુ પૂછે છે,' બા તમે બધાં માટે જીવો છો, પણ હું કોના માટે જીવી રહ્યો છું?!!!'
(એમના બા અને ત્યારબાદ એના પિતાજી જવાબ આપવાનું ટાળી દઈ, એ સવાલ એના માસ્તરજીને પૂછવાનું કેય છે.)
---------------------
(નરુ અને એના માસ્તરજી વચ્ચેનો સંવાદ)
નરુ:- ગુરુજી, આપ કોના માટે જીવો છો?
ગુરુજી :-મતલબ હું કંઈ સમજયો નહીં!!
નરુ:- ગુરુજી, આ બુકમાં એવુ લખ્યું છે 'બસ વહી જીતે હૈ,જો દુસરો કે લિયે જીતે હૈ.'
શું મેં કોઈ ખોટો સવાલ કરી લીધો ગુરુજી??
ગુરુજી :- બિલકુલ નહીં, અચ્છા એક વાતનો જવાબ આપ...
ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ આ મહાપુરુષો એ શું કર્યું?
નરુ:-એમણે આપણા દેશની આઝાદીના જંગમાં પોતાના પ્રાણોની આહુતિ આપી..
ગુરુજી :- મતલબ કે એ ખુદની માટે નહીં પણ દેશની માટે જીવ્યા એટલે જ આપણે એને યાદ કરીએ છીએ.
----------
જેમ વિવેકાનંદજીને બસ એક પ્રશ્ન દરેકને પૂછવાની જિજ્ઞાસા રહેતી કે 'મહાશય, શું આપે ઈશ્વરને જોયા છે?' એવી જ રીતે નરુ પણ દરેકને એક જ પ્રશ્ન પૂછતો 'આપ કોના માટે જીવો છો?' (જીવ, નિર્જીવ દરેકમાં એને આ સવાલ જ દેખાતો)
---------
નરુ નો એક સહપાઠી હોય છે હરીશ સોલંકી.એની ભણવાની ખૂબ જ ઈચ્છા હોય છે, પરંતુ એની આર્થિક પરિસ્થિતિ એટલી ખરાબ હોય છે કે એની પાસે સ્કુલ યુનિફોર્મ ન હોવાથી માસ્તરજી એને વર્ગમાં બેસવાની અનુમતિ નથી આપતા.
નરુ ને હરીશની હાલત જોઈને હ્રદય ભરાઈ આવે છે. આખરે એને એનો જવાબ મળતો હોય એવું મહેસુસ થાય છે અને હરીશની મદદ કરવાનું મનોમન વિચારી લે છે, પરંતુ પોતાની પાસે બચત ખૂબ જ ઓછી હતી.
એ જ અરસામાં નરુ એક શેરી નાટક જેવું જોવે છે અને તુરંત મગજમાં એને એક વિચાર આવે છે. આજુબાજુનું નિરીક્ષણ કરી એ 'પીળુ ફૂલ' નામની એક વાર્તાનું સર્જન કરે છે.
આ વાર્તા પરથી શેરી નાટક ભજવવાની તૈયારીઓ કરે છે અને આ 'પીળા ફુલ' નામનું સુંદર નાટક બદલ ઈનામમાં અમુક રાશિ મેળવે છે.
આ ઈનામ રાશિ વડે એ એના સહપાઠી હરીશની મદદ કરે છે અને હરીશ ફરીથી સ્કૂલ જવા લાગે છે..
અંતે,નરુ ને એના સવાલનો જવાબ મળી જાય છે:-
'બસ વહી જીતે હૈ,જો દુસરો કે લિયે જીતે હૈ.'
'જનસેવા સે હી પ્રભુસેવા હૈ'
'મહાનતા ત્યાગ કરને સે આતી હૈ'
------------------
(આખરે ઘણા સમય બાદ એક સુંદર સંદેશા વાળી એક શોર્ટ ફિલ્મ(30 મિનિટની) જોવા મળી)
જય હિન્દ
-કિશન મેવાડા
પાલીતાણા
---------------------
મારા અન્ય લેખો આપ અહીંથી વાંચી શકો છો
WWW.SUNDAYSMILE.IN