શું તું ફરી એક વાર મળીશ ?
વિતિગાયેલા બાર 'મહિના' આખાય માં હું કૈક કહીજ ન શકયો
શું ફરી એક વાર આ કવિ ને
તારી સમક્ષ કવિતા કહેવાનો મોકો આપીશ ?
જાણે છે ને તું
બાળક બની જાવ છું જ્યારે મળું છું તને
શું એ 'બાળપણ' ને
ફરી એક વાર તારા હાસ્ય થી આવકારો આપીશ ?
અરે ઘણું કેવું છે મારે પણ !
એક મુલાકાત થકી એનેે તું હંમેશા માટે શાંત કરીશ ?
આજે કવિતા નો કોઈ જ
અંત નથી ! પણ બે શબ્દ ની જોડણી વચ્ચે
' એ હું ને તું '
મુકું છું અલ્પવિરામ , શું તું ફરી એક વાર મળીશ ?
~ Sandy