Quotes by sandip tank in Bitesapp read free

sandip tank

sandip tank

@sandiptank


શું તું ફરી એક વાર મળીશ ?
               વિતિગાયેલા બાર 'મહિના' આખાય માં હું        કૈક કહીજ ન  શકયો
               શું ફરી એક વાર આ કવિ ને
તારી સમક્ષ કવિતા કહેવાનો મોકો આપીશ ?
               જાણે છે ને તું
 બાળક બની જાવ છું જ્યારે મળું છું તને
               શું એ 'બાળપણ' ને
ફરી એક વાર તારા હાસ્ય થી આવકારો આપીશ ?
               અરે ઘણું કેવું છે મારે પણ !
એક મુલાકાત થકી એનેે તું હંમેશા માટે શાંત કરીશ ?
                આજે કવિતા નો કોઈ જ 
અંત નથી ! પણ બે શબ્દ ની જોડણી વચ્ચે
                ' એ હું ને તું '
મુકું છું અલ્પવિરામ , શું તું ફરી એક વાર મળીશ ?
                    ~ Sandy

Read More

'તારી એક મુલાકાત ને મેળવવા '
                 'કર્યા ઘણા બધા પ્રયાસ'...
'બેઠો આજે કલમ લઇ ને'
                 'જ્યાં શબ્દો લે'
'આજે માત્ર તારું નામ'...
                 'કવિતા થકી લીધો નિઃશ્વાસ'
'અનંત રંગો બદલાયા જિંદગી માં'
                 'પણ આમ ભૂલશો' 
'એમ નહોતું ધારીયું'
                  ~Sandy

Read More

નીર સરિતા માં  ના સમાયા
               'વિશાળ' મહાસગર માં
શબ્દો બની ગયા 'અફીણ' 
                કવિ આજે પ્રેમ ના 'નશા' માં
ક્યાંક રચાય 'મલ્હાર' ગઝલો
                 આંખ રડે ભર વરસાદ માં
મુંકવો પૂર્ણવિરામ પ્રેમ ના અંતે
                  પણ અટવાયો અલ્પવિરામ માં
નીર સરિતા માં સમતા જ ગયા...
                  ~Sandy                            

Read More


વ્હાલ વરસાવતું એકાદ સગપણ 
મળી આવે !

લીમડાનાં વૃક્ષમાં ક્યાંક ગળપણ 
મળી આવે !

ચીંથરેહાલ નોટોનો શું ભરોસો 
ફાટી પણ જાય !

પરચૂરણને પ્રેમ કરતું એ બચપણ
મળી આવે !
           ~Sandy

Read More

ઝરણું કેમ કહે
પોતાના મન ની વાત...
હોઈ ભલે રડતું
પણ લાગે પાણી ની ધાર...

"શબ્દ"
રોટલી સાથે "ઘી" અને
નામ ની સાથે "જી"
લાગાવા થી
"સ્વાદ" અને "ઈજત"
બને વધી જાઈ
પણ માણસ ના જન્મ થી બે વર્ષ
પછી બોલતા શીખી જશે
પરંતુ શું બોલવું એ શીખવા માં
આખી જિંદગી નીકળી જાઈ છે
શબ્દ અમૂલ્ય છેૈ...
~ Sandy

Read More