***** બાળપણ *****
એ જીદગી પણ શું જીદગી હતી...
રોજ જીવવાની નવી ઉમંગ હતી.
સ્કુલ માં રીસેસ ને રજા ક્યારે પડશે એની
વાટ જોવાતી હતી...
જેવી રજા પડે ને સાઈકલ ની રેસ થતી હતી.
રવિવાર ની સવાર માં મમ્મી જગાડી ને થાકિ
જતી હતી...
પણ આપણી એ ઉંગ પુરી થાતી ન હતી.
ટેબ્લેટ , મોબાઇલ , ઇન્ટરનેટ , ગેમ ની સગવડ ન હતી...
ત્યારે તો ફક્ત શેરી અને મેદાનો માં રમત હતી.
ક્યારે મોટા થશુ અને મોટા થઈ શુ બનશુ
એવી વાતો થતી હતી...
પણ મોટા થઈ ને પોતાની જીદગી માં ખોવાઇ
ને અટવાઈ જશું એવી ક્યાં કલ્પના હતી.
એ જીદગી પણ શું જીદગી હતી...
રોજ જીવવાની નવી ઉમંગ હતી.