નફરત છે તારાથી...
'આપણાં અલગ થયાં બાદ,વર્ષો વીતી ગયાં બાદ
જો ક્યારેક તારાં પર અનનોન નંબર પરથી કોલ આવે
દસ વાર તારાં hello કહેવા પર પણ સામેથી અવાજ નાં આવે..
અને તું જાણી જાય કે એ કોલ મારો હતો..
તો એવું ના સમજતી કે મને હજુ પ્રેમ છે તારાથી..
મને તો બસ નફરત છે તારાથી..'
'તારાં બજાર માં જતી વખતે ક્યારેક
જો કાળાં વાદળો આકાશે ઉભરાય,વરસાદ દોડીને આવી જાય
બાજુમાં ટામેટાં ની લારી પર તને છત્રી દેખાય..
જે મેં રાખી છે તારાં માટે એવું તું સમજી જાય
તો એવું ના સમજતી કે મને હજુ પ્રેમ છે તારાથી..
મને તો બસ નફરત છે તારાથી..'
'જુનાં ફિલ્મો ની જેમ તો તારો દુપટ્ટો મારાં ચહેરે આવીને લપેટાય
જેમાંથી મારુ બેચેન દિલ અને આંખો થોડો સમય માટે ઢંકાય..
અને મારા દ્વારા શાહરુખ ની જેમ બાહો પ્રસરાય
અને તને તુજ થી માંગવાની માંગણી જો થાય
તો એવું ના સમજતી કે મને હજુ પ્રેમ છે તારાથી..
મને તો બસ નફરત છે તારાથી..'
'તારાં લગ્નનાં દિવસે તારી વિદાય નાં પ્રસંગ વખતે
પાપા નાં ખભે જોરથી રડી લીધાં બાદ
તારું કોઈ બીજાં ખભે માથું મૂકી રડવાનું મન થાય
અને મુજ થકી મારો ખભો જો તારી આગળ ધરાય
તો એવું ના સમજતી કે મને પ્રેમ છે હજુ તારાથી..
મને તો બસ નફરત છે તારાથી..'
'સુહાગ ની આ કાળી રાતે..એ તને મીઠું મીઠું બધું બોલી દે..
અને તારી લાગણીઓને એક પછી એક ખોલી દે
સવારે ઉઠીને પલંગ ની ચાદર સરખી કરતી વખતે તને..
ચાદર ની કરચલીઓમાં મારો ચહેરો દેખાય
તો એવું ના સમજતી કે મને હજુ પ્રેમ છે તારાથી..
મને તો બસ નફરત છે તારાથી..'
'અને જો વર્ષો બાદ તારી દીકરી મને અંકલ કહીને બોલાવે
અને હું તારી તરફ ત્રાંસી નજરે ગુસ્સાથી જોઈને
એનો ચહેરો પ્રેમ થી ચુમી લઉં કોરી આંખે રોઈને
તો એવું ના સમજતી કે મને હજુ પ્રેમ છે તારાથી..
મને તો બસ નફરત છે તારાથી..'
★★★★★■■■★★★★★
જતીન.આર.પટેલ (શિવાય)