ગાંડી આજે ફરી પાછી મને તારી યાદ આવી ગઈ,
આજે તો સ્વપ્નમાં તું રૂબરૂ આવી ગઈ,
આજે તો ઉઠતા ની સાથે જ કોયલ નો મીઠો ટહુકાર પણ તારો અહેસાસ કરાવી ગઈ,
આજે તો ગુલાબની માદક સુવાસ પણ તારો અહેસાસ કરાવી ગઈ,
આજે તો વરસાદની દરેક બુંદ તારો અહેસાસ કરાવી ગઈ,
આજે તો મસ્ત ઠંડી સુગંધિત હવા પણ તારો અહેસાસ કરાવી ગઈ,
આજે પહેલી વાર તારી યાદ મારી આંખોમાં ભીનાશ કરી ગઈ,
મને જરા પણ દુઃખ નથી કે તું મને છોડીને જતી રહી
પણ હા દુઃખ એ વાતનું છે કે તું મને મળ્યા વગર જતી રહી,
એક અફસોસ છે ગાંડી જીવન ભરનો કે મારા દિલની વાત દિલમાં જ રહી ગઈ.. :)
અભી