===#=== BYSS ===#===
# ભારતીય યુવાશક્તિ સંગઠન સંસ્થા #
૧) આ સંસ્થા અલગ અલગ જગ્યાએ અલગ અલગ સંચાલકની દેખરેખ હેઠળ કામ કરશે.
૨) માતૃભારતીના સદસ્યએ પોતાના પ્રાંતના સંચાલક બની પોતાના પ્રાંતમાં જ એક યુથ બનાવી ને સેવા કરવાની રહેશે.એ યુથમાં પોતાની આસપાસ ના જેટલા યુવાનો ને તમે જોડી શકો એટલા યુવાનો ને જોડો, જે નિ:સ્વાર્થ ભાવે આવી કામગીરી કરવા ઉત્સુક હોય.
૩) દરેક કામગીરી BYSS ના બેનરમાં કરવાની.
૪) પોતાના પ્રાંતમાં બને તેટલો વધુમાં વધુ પ્રચાર કરો, જેથી કરીને કોઇ પણ જરુરીયાતમંદ વ્યક્તિ આવીને તમારો સંપર્ક કરે.
૫) જે તે પ્રાંતના સંચાલક જે કંઇ પણ નાના-મોટા કાર્યો કરે છે,એનો એક એહવાલ પણ તૈયાર કરવો,કરેલા કામના વિડિયો- ફોટા વગેરે સંગ્રહ કરી રાખવા. જેથી કરીને આગળ જતાં BYSS ના કાયદાકીય રજિસ્ટ્રેશન માટે સરળતા રહે
૬) નાના પાયે પોતાના ઘરે જ BYSS ની ઓફિસ બનાવવી.
૭) દરેકે દરેક સંચાલકે પોતાના પ્રાંતની સમસ્યાઓનું અવલોકન કરવું. અને એના નિરાકરણ માટે શું પગલાં લેવા એના પર બધાએ મળીને ચર્ચા કરવી. અને એ સમસ્યાનું નિરાકરણ કરવું.
૮)આના માટે પોતાના પ્રાંતના પોલીસખાતાની અને ખાસ કરીને મિડિયાની મદદ લેવી. એમના કોન્ટેકટ નંબર સાથે રાખવા.
૯) દરેક કાર્યો કાયદાકીય રીતે અને કાનૂનના દાયરામાં રહીને કરવા.
૧૦) 'સારા કામમાં સૌ સાથ આપે' એવા લોકોને હંમેશા સંપર્કમાં રાખવા જે પ્રત્યક્ષ નહી પણ પરોક્ષ રીતે મદદ કરવા માગતા હોય,જેમકે આર્થિક રીતે કે પછી કોઇ વસ્તુની સ્પોન્સરશિપ કરીને પોતાનું યોગદાન આપવા માગતા હોય.
૧૧) એવી જ રીતે 'સારા કામમાં સો વિઘ્ન' મિત્રો, મુશ્કેલીઓ આવશે જ, જો ચટ્ટાન બનીને લડવાની હિંમત રાખતા હોવ તો જ જોડાવું.
નોંધ :- આપણે એક મોટા પરિવર્તનની તરફ પગલું ભરી રહ્યા છીએ, તો આસાન તો નહીં જ હોય,પણ જો સાથે હશું તો દરેક મુસીબતને આસાનીથી દૂર કરી શકીશું...
મિત્રો આસાન નહીં હોય...
પણ આપણે કહીને નહીં કરીને બતાડશું...
શું કહો છો??...
આપ સૌ ના મંતવ્યો કહો પછી આગળ વધીએ...