ગાંધીનગર
તા.૨૪-૭-૨૦૧૮
“અજન્મા દિકરી”
ખુબજ ખુશ હતી “મા” ના કોખમાં હું તો,
સ્વપ્ન જોતી હતી જગતમાં અવતરણની હું તો.
નાનપણમાં જ ક્લીક કરી લીધા ફોટા મારા,
નેગેટીવ ને પોઝીટીવ થવાના સ્વપ્ન જોતી હતી હું તો,
પણ આ શું? પોઝીટીવ ન બન્યા મારા જ સર્જનહારા,
નેગેટીવ ને નેગેટીવ જ રહેવા દીધી ને અંત લાવ્યો મારો અને મારા સ્વપ્નનો,
જગતમાં અવતરણ થવાના મારા સ્વપ્નને,
આજે જ અને આ જ ઉદરમાં અસ્ત પામતા જોઈ રહી હું તો,
શું આપ સાકાર કરશો મારું સ્વપ્ન ?
શું આવકારશો મને આપના જીવનમાં?
કે પછી રાહ જોવામાં જ વાંરવાર,
અસ્ત પામશે મારું જીવન, મારા જ સર્જનહાર દ્વારા,
આશા અમર છે એ વાસ્તવિકતા જાણી,
મેં પણ ફરી શરુ કર્યુ છે સ્વપ્ન જોવાનું આ જગતમાં અવતરણનું
આપને ત્યાંજ આપને ત્યાંજ,
આવકારશો ને મને? આવકારશો ને મને?
-કિરીટ બી. ત્રિવેદી,-“નિમિત”
======================================================