Gujarati Quote in Quotes by Kamlesh

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

  ...#...આજનો યુવાન ચર્યો થયો છે...#...

માનવામાં નથી આવતું ને ???
આવો બતાડું....

સવારે મોડું ઉઠવાનું..! ઉઠતા વેંત જ હાથ માં-બાપના પૈસે ખરીદેલો મોબાઈલ લઇ પોતાના મિત્ર મંડળ સાથે Whats App માં ચોવટ કરવાની!
ન દાંત સાફ કરવા! ન નહાવા જવું! ન માતા પિતા સાથે વાત કરવી:! અને આખો સમય મનમાં ખાંડ ખાવી, કે અમે યુવાનો સ્માર્ટ છીએ!
પણ ભઈલા તારો મોબાઈલ જ સ્માર્ટ છે! તું તો નથી જ! તું તો ડોબો જ છે! નથી તને દેશ- દુનિયાની ખબર  કે નથી; પારિવારીક સમ્બંધોની ખબર; તું શાનો સ્માર્ટ છે બકા?
અલ્યા મૂરખા કાનમાં ઘોંઘાટ વાળું સંગીત સાંભળી સાંભળી ને તું માત્ર કાનથી નહિ; દિમાગથી પણ તું બેરો થઇ ગયો છે!
અલ્યા આખો દાડો મોબાઈલમાં ડાચું નાખી શું જોયા કરે છે! તારા મા બાપ સામે તો જો કોઈ વાર! બિચારા બાપે આખી જુવાની તને જુવાન કરવામાં ખર્ચી નાખી:!
લાટ સાહેબ; 21×3=63 થાય તે કહેવા તારે મોબાઈલનું કેલ્ક્યુલેટર વાપરવું પડે છે :!
તું જેને પછાત સમજે છે; તે તારા મા બાપ સમય આવ્યે મોબાઈલ અને કોમ્પ્યુટર શીખવા પડે તો એ પણ શીખી લેશે:!
ઘેલસાંગરા; કસ્તુરબાને તું ગાંધીજીના બા સમજે છે અને ઈન્દીરા ગાંધીને ગાંધીજીના દીકરી છતાંય તને કોઈ વડીલ સલાહ આપે તો તારી કમાન છટકે છે:!
પણ બકા; મેથી અને કોથમીર કોને કહેવાય:? એ તું  સાત વાર શાક લેવા જાય તો પણ શીખી નહિ શકે:!
મકોડી પહેલવાન; બે માઈલ ચાલવામાં  તને આળસ આવતું હતું અને પોકમોન ગો રમવામાં આખું ગામ મોબાઈલમાં મોં ઘાલીને ઘુમ્યે જાય છે  :!
અક્કલના બારદાન; માતૃભાષામાં “ઘ” અને “ધ” લખવાનો તફાવત તને ખબર નથી “ઘર ને બદલે “ધર” અને “ધજા” ને બદલે “ઘજા” લખે છે અને માં-બાપને અંગ્રેજી આવડતું નથી તેની ફરિયાદ કરે છે:!
અલ્યા ગુગલીયા; “પાટલા સાસુ” કોને કહેવાય તેવું ગૂગલને પૂછવા કરતા કોઈ વડીલને પૂછ બધા સબંધ વાચક નામ તને તુરંતમાં સમજાવશે :!
તારા મા બાપનો ફોન ભલે સ્માર્ટ નહિ હોય; પણ માબાપ પોતે ખૂબજ  સ્માર્ટ છે:!
અને તારો ફોન સ્માર્ટ છે; પણ તું સ્માર્ટ નથી; એટલે બકા તોફાન કરવા રે’વા દે; અને છાનો માનો મા બાપ કહે એમ કર:!
વાતવાતમાં  માબાપને ઉતારી પાડવાથી તું ઉંચો નહિ આવે ભઈલા:!
ઘરમાં જે સગવડો મળે છે એના માટે મા બાપનો આભાર માન:! કારણ કે  તને તારી લાયકાતથી વધારે તેઓ સુખ આપે છે:!
અલ્યા ડફોળ:! જરા સ્માર્ટ ફોન માંથી ડાચું બહાર કાઢ; અને જો તારા મા બાપ દિવસ રાત તારા માટે કેટલું લોહીનું પાણી કરે છે:?
તને જનમ આપ્યાની સજા પળે પળે તું એમને આપે છે:!
બકા:! કોઈ પણ મા બાપને કારમી સજા કરવી હોય તો; એક જ રીત છે મા બાપની ઈચ્છા વિરુદ્ધ જવુ:!
ભઈલા:! મા બાપ તને સુખી જોવા કદાચ તારી મુર્ખ વાતોને પણ માની જશે; પણ એની આંતરડી અંદરથી બળતી રહે:!
જન્મદાતા’ ‘અન્નદાતા’ ‘જીવનદાતા’ ને દુભાવનાર કોઈ દિ ઠરતો નથી:!
બકા જા; અને તારા સ્માર્ટ ફોનને બાજુમાં મૂકી થોડો વખત મા બાપ સાથ વાતો કર:!
કારણ કે કાલ કોણે જોઈ છે:??

ખાસ નોંધ :-
સંસ્કારી મિત્રોએ આ પોસ્ટ  વાંચી ને ખોટું લગાડવું નહી:!
(પણ જે લોકોમાં ઉપર લખેલા અપલક્ષણો હોય તે લોકો માટે આ મેસેજ છે:!)

Gujarati Quotes by Kamlesh : 111024051
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now