વરસાદમાં ઉભા છો, તમે!
વરસાદમાં ઉભા છો, ભીંજાય નથી શકતા!
ભાવાવેશમાં ભલે ક્યારેક લખી શકો છો;
સમય આવે અભિવ્યક્તિ કરી નથી શકતા!
વર્તનમાં ભલે કઠોર પથ્થર બની શકો છો તમે,
રદયના રુદન ને કેમ રોકી નથી શકતા!
વરસાદમાં ઉભા છો, ભીંજાય નથી શકતા!
બગીચામાં ફરો છો, મહેક માણી નથી શકતા!
પ્રસંગ છે, ઉલ્લાસ છે, હવામાં મલ્હાર છે;
ફસાયેલા મનને હકીકતમાં પોરવી નથી શકતા!
રંગે રંગાઈને મુખે સ્મિત તો પાથરી શકો છો તમે,
અવસાદોથી એક ક્ષણ પણ છૂટા પડી નથી શકતા!
વરસાદમાં ઉભા છો, ભીંજાય નથી શકતા!
રહસ્યની અધીરાઈ ને રોકી નથી શકતા!
જાણો છો હવે સત્ય તો એ સત્યને માની નથી શકતા!
ભલે સત્ય છે એ પણ કે આ સત્યને હવે બદલી નથી શકતા,
પણ મનની આશા જ તો છે જે હારી નથી શકતા!
વરસાદમાં ઊભા છો, ભીંજાય નથી શકતા!
શું ખબર આ તમારો અહં છે કે છે આ ખુમારી,
જીતી પણ નથી શકતા અને હાર માની નથી શકતા!
દરિયામાં ભાખોડિયા તો ખૂબ માર્યા હવે તમે,
ડુબવુ એ નથી ને તરી પણ નથી શકતા!
વરસાદમાં ઉભા છો, ભીંજાય નથી શકતા!