જો કદાચ કહી દીધી હોત ત્યારે તમને વાત મન ની
તો આજે ના અમને હોત રાહ બીજા જનમ ની
ખબર તો તને પણ હતી, જાણતી તો તું પણ હતી
તોય બની રહી અજાણ, કારણ કે વાત હતી એ શરમ ની
કેહવું તો મારેય ઘણું હતું તને
પણ ત્યારે ગુમાવા નો હતો ડર તને ...
ત્યારે બોલી શકાયું નહીં
આજે જીવી શકાય નહીં
વ્યથા અને કથા બધે
આજ તો છે પ્રેમ ની....
'મારા એ તમામ દોસ્તો ને સમર્પિત જેને સ્કૂલ ટાઇમ મા કોઈ ને પ્રેમ કર્યો હોય'.....